શાહરૂખ ખાનનો બર્થ-ડે: દીપિકા-કૈટરીના સહિતના આ સ્ટાર્સનો થયો જમાવડો
બંને ટૂંક સમયમાં જ આવનારા પ્રોજેક્ટમાં સાથે કામ કરે તેવી શક્યતા છે.
એન્જોય કરતી નજર આવી કેટરીના અને આલિયા.
કરણ જોહરના ચોપરમાં આવેલા ફરાહ ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા.
તસવીરમાં ગૌરી ખાન, ઋત્વિકની પત્ની સુઝાન અને અન્ય મિત્રો નજરે પડી રહ્યા છે.
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે કરણ જોહર. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર કરણ જોહરે શેર કરી છે.
સોહેલ ખાનની પત્ની સીમા ખાને આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આલિયા અને કેટરિનાએ સાથે ક્લિક કરાવ્યો ફોટો. પાછળ શાહરૂખનો દીકરો અબરામ દેખાઈ રહ્યો છે, જે પોતાની ક્યૂટનેસથી ચર્ચામાં રહે છે.
આ ફોટો શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર ફરાહ ખાને લખ્યું કે, ‘દરેક દિવસ એવો નથી હોતો કે જ્યારે તમને તમારી એવી તસવીર મળે, જેને શાહરૂખ ખાને પાડી હોય.’
કરણ દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ તસવીરમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન પોતાની બેસ્ટ ફ્રેન્ડ્સની સાતે જોવા મળી રહી છે. તસવીરમાં સુહાના ખાનની બન્ને બેસ્ટ ફ્રેન્ડ્સ ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂર સ્ટનિંગ અવતારમાં જોવા મળી રહી છે. આ ત્રણેયની વચ્ચે ઋતિક રોશનની એક્સ વાઈફ સુઝૈન ખાન બેઠી છે.
દીપિકા અને આલિયાની સાથે શાહરૂખે પોતાની આવનારી ફિલ્મ માટે તાજેતરમાં જ શૂટિંગ કર્યું હતું.
ઈન્સ્ટ્રગ્રામ પર આ ફોટો પર કેટરીનાએ લખ્યું છે કે, ‘સૌથી દળાયુ, સમજદાર, ધ્યાન રાખનારામાંથી એક જેને હું જાણું છું. જે પ્રેમ તમને બીજાને આપો છે, તે તમને મળે છે.’
નવી દિલ્હીઃ શાહરૂખ ખાનના 52માં જન્મદિવસની ઉજવણી જોરશોરથી શરૂ થઈ ગઈ છે અને પાર્ટીમાં આવેલ સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર સતત શેર થઈ રહી છે. સૌથી વધારે તસવીરો શાહરૂખ ખાનના નજીકના મિત્ર અને ફિલ્મમેકર કરણ જૌહરે ઇન્સ્ટાગ્રામ પર જારી કરી છે.