સુરતમાં સુસાઈડ કરનાર લેડી ડોક્ટર અને પતિ જીવતાં હતાં લક્ઝુરિયસ લાઈફ, જુઓ આ રહી તસવીરો
મનાલી અને ચિંતનના લગ્ન 2013માં થયા હતાં અને તેમને હજુ સુધી કોઈ સંતાન ન હતું. મનાલીના પિતા મહેશભાઈ મોરારભાઈ પટેલ અને માતા ભારતીબેન તથા પરિવારના સભ્યો ઘટનાની જાણ થતાં શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંતી ગયા હતાં અને ભારે હોબાળો મચાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાંથી પોલીસને એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મનાલી પટેલે સાસરિયાઓ ત્રાસ આપતાં હોવાનો અને વારંવાર છૂટાછેડા માટે દબાણ કરતાં હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સુરતના અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ પાસે આવેલા શિવકુટીર બંગોલમાં બપોરે મહિલા ડોક્ટર મનાલીનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ જોઈને પરિવારજનો પણ ચોંકી ગયા હતાં. પંખા પર દુપટ્ટો બાંધીને મનાલીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
મોડીરાતે શિવકુટીર રો હાઉસ ખાતે મોટી સંખ્યામાં ટોળે ટોળાં ઉમટ્યા હતાં. મહિલા ડોક્ટર કે.પી.સંઘવી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. જ્યારે તેનો પતિ ચિંતન પટેલ પાલપુર પાટીયાની મા એન્ડ બેબી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાના પગલે મહિલા ડોક્ટરના પરિવારના સભ્યોએ શિવકુટીર રો-હાઉસ ખાતે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને પોતાની પુત્રીને સાસરિયાઓએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ કરીને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
મહિલા ડોક્ટરે સુસાઈડ નોટ મુકી હતી તેમાં તેને સાસરિયાઓ દ્વારા છૂટાછેડા માટે દબાણ કરાતું હોવાનો અને સાસરિયા પક્ષ તરફથી ત્રાસ અપાતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલા ફોટો જોઈને એવું લાગે છે કે તેઓ લક્ઝુરિયસ લાઈફ જીવતાં હતાં.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવકુટીર રો-હાઉસના બંગલામાં રહેતી મહિલા ડોક્ટર બપોરે પોતાના ઘરના બેડરૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -