સુરતઃ મસાજના બહાને અંદર લઈ જઈને યુવતીએ ટોપ કાઢી નાંખ્યું ને યુવકને નગ્ન કરી દીધો, પછી શું થયું?
વિપુલે જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી છૈયા મફા દેસાઈ, કિસ્મત ઉર્ફે કાનો કાળુ ગાંગળ, ગોવિંદ દેવસી રોજિયાને ઝડપી લીધા છે જ્યારે 3 સગી બહેનો હેમાલી પ્રવીણ જુવાલિયા (19), નિકિતા (23), હીરાલી (21, રહે: સ્વસ્તિક રો-હાઉ, અમરોલી) તેમજ યુવતી પ્રિયા નારાયણ રોય (19) (રહે: મહાપ્રભુનગર સોસા, લિંબાયત) ફરાર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુવતી તેને વળગીને ઉભી રહી ત્યાં જ પોલીસના યુનિફોર્મમાં બે-ત્રણ જણા અંદર ઘૂસી આવ્યા હતા ને વિપુલને તમાચો ઠોકી દીધો. ત્યાર પછી યુવતીએ બળજબરીથી વિપુલ સાથે નગ્નાવસ્થામાં ફોટા પાડી લીધા હતા. બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તથા સમાજમાં બદનામી કરવાની વાત કરીને એક લાખ પડાવી લીધા હતા.
આ ટોળકી વિપુલ નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટને કારણે ઝડપાઈ છે. વિપુલને ફોન પર એક યુવતીએ મસાજ કરવા માટે અમરોલીમાં 70, સ્વસ્તિક રો-હાઉસ, જૂના કોસાડરોડ ખાતે બોલાવ્યો હતો. રૂમમાં જતાં જ યુવતી મસાજ કરવાને બદલે ટોપ કાઢીને અર્ધનગ્ન થઈ ગઈ હતી ને યુવકના કપડાં કાઢીને નગ્ન કરી દીધો હતો.
જે યુવાન તેમની વાતોમાં ફસાય તેને એકાંતની પળો માણવા જ્યારે બોલાવે ત્યારે ગણતરીની મિનિટોમાં જ નકલી પોલીસ ત્યાં આવી પહોંચે અને યુવાનને ડરાવી ધમકાવી મોટી રકમ પડાવી લેતી હતી. પોલીસને આ ટોળકીને ઝબ્બે કરવામાં પોલીસને સફળતા મળી છે.
સુરત: સુરતમાં યુવાનોને સેક્સ માણવાના બહાને બોલાવીને ખંખેરી લેતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, ટોળકીની એક યુવતી ફોન મારફતે સંપર્ક કરી યુવકને મીઠી મીઠી વાતો કરી યુવાનને શરીર સુખ માણવાની લાલચ આપીને મળવા બોલાવતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -