સુરતમાં હાઈપ્રોફાઈલ મહિલાઓ દારૂની મહેફિલ માણતી હતી તેનો ભાંડો કેવી રીતે ફૂટ્યો? જાણો વિગત
પોતે દારૂ નહીં પીધો હોવાની પણ કેફિયત રજુ કરી હતી. તેમની વચ્ચે પડેલી વોડકા અને વિસ્કીની ચાર બોટલોએ તેમના જુઠ્ઠાણાની પોલી ખોલી નાંખી હતી. પોલીસે વિસ્કી અને વોડકા ભરેલા અડધા ગ્લાસ પણ કબજે કર્યાં હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, રેડને પગલે હોટલમાં દોડધામ મચી ગઈ હતી. દારૂની મહેફિલ જમાવી બેઠેલી મહિલાઓએ પોલીસને જોઈ બચવા માટે હવતિયા માર્યાં હતા.
પોલીસને ઘટના સ્થળ પરથી દારૂના નશામાં ધૂત 21 મહિલાઓની ધરપકડ કરી હતી. કીટી પાર્ટીની આડમાં દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો. પોલીસ ત્રાટકતા હોટલના સ્ટાફમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસે પકડેલી તમામ મહિલાઓ બિલ્ડર, કાપડ વેપારી, હીરા વેપારીના પરિવારની હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.
મહિલાઓની કીટી પાર્ટીની આડમાં દારૂની મહેફિલની વાત પોલીસ કમિશનરના કાન સુધી પહોંચી હતી. જેના પગલે ઉમરા પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ એક્શનમાં આવેલી ઉમરા પોલીસની ટીમે પાર્ટીમાં દરોડો પાડીને દારૂ પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો હતો.
મહિલાઓના હાઈફાઈ લાઈફ સ્ટાઈલ જોતાં એવું લાગે છે કે મહિલાઓ ગર્ભશ્રીમંત પરિવારની છે. કીટીપાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતી મહિલાઓએ ફેસબુક ઉપર લાઈવ કરતાં સમગ્ર ભાંડો ફૂડ્યો હતો.
સુરત: સુરતના પોષ વિસ્તાર ગણાતા પીપલોદમાં ઓઈસ્ટર હોટેલમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલ માણતી મહિલાઓ 21 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.