સુરતમાં કારીગરની છાતીમાં ઘૂસી ગયું ગ્રાઈન્ડર મશીન, તસવીરો જોઈને ચોંકી જશો
હાલ કારીગર ભીમા ગંભીર રીતે ઘાયલ થયો છે અને તાત્કાલિક 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે. છાતી અને પાસળી વચ્ચેની ચામડી ગ્રાઈન્ડર મશીન પર જોઈ ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ કારીગર ભીમા ગંભીર રીતે ઘાયલ છે અને તેને તાત્કાલિક 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે.
કારીગર જ્યારે પહેલા માળેથી નીચે ઉતર્યો હતો. દીવાલ પર ઘસાઈ કામ દરમિયાન કારીગરના છાતીમાં ગ્રાઇન્ડર મશીન ઘૂસી ગયું હતું. આ મશીન એવી રીતે ઘુસી ગયું હતું કે છાતી અને પાસળી વચ્ચેની ચામડી વચ્ચે આવી ગયું હતું.
ભીમા નામનો કારીગર સુરતના પાંડેસરની કર્મયોગી સોસાયટીના એક મકાનના પહેલાં માળે બે દિવસથી પથ્થર બેસાડવાનું કામ કરવા ગયો હતો. તે દરમિયાન વાયર કાપી મશીન છૂટુ કર્યાં બાદ કારીગર પહેલાં માળેથી નીચે ઉતર્યો હતો.
સુરતમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પથ્થર બેસાડવાનું કામ કરી રહેલા કારીગરની છાતી અને પાસળી વચ્ચે ગ્રાઈન્ડ મશનીન ઘુસી ગયું હતું. પાંડેસર વિસ્તારમાં આ કારીગર અનિલ પટેલના ઘરે કામ કરવા ગયો હતો તે દરમિયાન આ ઘટના બની છે. જોકે બનાવ બાદ 108ની મદદથી ભીમાને સારવાર માટે સિવિલ ખસેડાયો છે. હાલ તેની હાલત ગંભીર છે તેવું જાણવા મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -