અમદાવાદઃ પરીણિત યુવતીને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પછી પતિનો કાંટો કાઢવા બનેવી સાથે માણવા માંડ્યું સેક્સ ને...........
શીલ્પા હરેશને દિલીપ અંગે ફરિયાદો કરતી અને પોતાને મારે છે તેવું કહ્યા કરતી. ધીરે ધીરે તેણે હરેશને પોતાની સાથેના શારીરિક સંબંધોની આદત પાડી દીધી. તેના કારણે તે શીલ્પા કહે એ બધું કરવા તૈયાર થઈ ગયો હતો. તેનો લાભ લઈને શીલ્પાએ હરેશ પાસે હત્યા કરાવડાવી દીધી હતી.
શીલ્પાએ કબૂલ્યું કે, તેને બીજા યુવક સાથે સંબંધ હતા પણ તે હત્યા કરવા તૈયાર નહોતો. દરમિયાનમાં તેનો બનેવી એક ફંક્શનમાં તેને મળ્યો હતો. શીલ્પાએ તેનો નંબર લઈને તેની સાથે ફોન પર વાતચીત શરૂ કરી હતી અને તેની સાથે સેક્સ માણ્યું હતું. પછી બંને નિયમિત રીતે મળતાં ને શારીરિક સંબંધો બાંધીને હવસ સંતોષતાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચે ટેકનીકલ સ્ટાફની મદદથી હત્યા પહેલાં અને બાદમાં શીલ્પા સહિતના પરિવારના સભ્યોના લોકેશન ચેક કરતાં દીલીપનો સાઢુ હરેશ પંચાલ શંકાના દાયરામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે હરેશ અને શીલ્પાની પૂછપરછ કરતા બંનેએ કબૂલ્યું કે, દીલીપનો કાંટો કાઢી નાંખવાની યોજના બનાવી તેની હત્યા કરી નાંખી હતી.
બીજી તરફ જગતપુરની ઝાડીઓમાંથી દિલીપની ગળું કાપેલી હાલતમાં લાશ મળી હતી. સોલા પોલીસે ખૂનનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. દીલીપ પંચાલ અને તેની પત્ની શીલ્પાને લાંબા સમયતી ખટરાગ હતો. બન્ને અલગ પણ થવા માગતા હતા. પરંતુ એક દીકરો અને દીકરી હોવાથી ઘરના વડીલો તેમને અલગ થતા અટકાવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જગતપુર રોડ પર ઉમા ટેર્નામેન્ટમાં ભાડાના મકાનમાં દિલીપ રમેશભાઈ પંચાલ તેની પત્ની શિલ્પાબેન અને દીકરી ક્રિષ્ણા તથા જાનુ સાથે રહેતો હતો. દિલીપ પંચાલ તેના ઘરેથી બુધવારે સાંજે સાડા આઠ વાગ્યાથી તેના ઘરેથી બાઇક લઈને ગયા બાદ તેનો કોઈ પત્તા લાગ્યો નહોતો.
ક્રાઈમ બ્રાન્ચે મૃતકની પત્ની અને સાઢુની ધરપકડ કરીને પૂછપરછ કરતાં બહાર આવ્યું છે કે, મૃતકની પત્નિને બીજા યુવક સાથે શારીરિક સંબંધો હતા. યુવતીએ તેને પોતાની પતિની હત્યા કરવા કહ્યું હતું પણ તેણે ઈન્કાર કરી દેતાં યુવતીએ પોતાના બનેવી સાથે સેક્સ સંબંધો બાંધીને તેને હત્યા કરવા ઉશ્કેરીને પોતાનો મનસૂબો પાર પાડ્યો હતો.
અમદાવાદઃ એસજી હાઈવે ઉપર આવેલી નિરમા યુનિવર્સિટીના પાછળના ભાગે પોલીસને ગળુ કાપેલી લાશ મળી આવી હતી એ ઘટનાની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ઘટનાની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતાં મૃતકની પત્નીએ જ તેના બનેવી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.