મુકેશ અંબાણીના રિલાયન્સ જિઓ પાછળનું ભેજું છે એક 'મોદી'? જાણો સંપૂર્ણ વિગતો
રિલાયન્સ જૂથના ભાગલાના સાત વર્ષ પછી મુકેશ અંબાણીની માલિકીવાળી રિલાયન્સ જિયો ઈન્ફોકોમે 4જી સર્વિસ શરૂ કરવા માટે અનિલ અંબાણીની કંપની આરકોમ સાથે રૂ. 1200 કરોડના કરાર કર્યો હતો. આ કરાર પાછળ ત્રણ લોકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ લોકોમાં કોકિલાબેન, મુકેશ અંબાણીના વિશ્વાસું મનોજ મોદી અને અનિલ અંબાણીના વિશ્વાસું અમિતાભ ઝુનઝુનવાલાનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆકાશ અને ઈશા અંબાણી પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જ 4G ટેલિકૉમ કંપનીમાં ડાયરેક્ટર તરીકે જોડાયા. આ બન્ને અંબાણી પરિવારના વિશ્વાસુ મનોજ મોદી સાથે બિઝનેસના પાઠ ભણ્યા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી એમના પુત્ર આકાશ અંબાણી અને નિકટના સહયોગી મનોજ મોદી મુંબઈમાં રિલાયન્સ જિઓની ‘ઓપન ઓફિસ’માં સાથે બેસે છે. આ ઓફિસમાં જિઓના ચેરમેન સહિત ટોચના ૭૦ એક્ઝિક્યૂટિવ્સ બેસે છે.
મુકેશ અંબાણી જ્યારે એન્જિનિયરિંગ કરતાં હતાં ત્યારે મનોજ મોદી સાથે સંપર્કમાં આવ્યા હતા અને બન્ને ખાસ મિત્રો બન્યા હતા. આનંદ જૈન અને મનોજ મોદી અંબાણીના સૌથી નજીકના મિત્રો છે. આનંદ તથા મનોજે રિલાયન્સ ઈન્ડ્રસ્ટ્રી સાથે જ પોતાની કારકિર્દીને આગળ વધારી. હાલ તેઓ રિલાયન્સમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે, રિલાયન્સમાં મુકેશ અંબાણીના આંખ-કાન-નાક આનંદ જૈન છે. આનંદ જૈન રિલાયન્સ SEZ પ્રોજેકટ્સ જ્યારે મનોજ મોદી રિટેલિંગ વેન્ચર્સને સંભાળે છે. રિલાયન્સના હઝીરા પેટ્રોકેમિકલ્સ કોપ્લેક્સ, જામનગર રિફાઈનરી, રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિઓમાં મનોજ મોદીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
મનોજ મોદી રિલાયન્સમાં ન તો કોઈ મોટો હોદ્દો ધરાવે અને ન તો કંપનીના બોર્ડમાં છતાં પણ રિલાયન્સના દરેક મહત્ત્વપૂર્ણ કાર્યમાં તેમની સૂચક હાજરી હોય છે. રિલાયન્સ જિઓની ઓફિસમાં પણ તે મુકેશ અંબાણી સાથે ઓપન ઓફીસમાં કામ કરતાં જોવા મળે છે.
અમદાવાદઃ રિલાયન્સે જેની આતૂરતાથી રાહ જોવાતી હતી તેવી રિલાયન્સ જિઓ લોન્ચ કરી દીધું છે. આ લોન્ચ સાથે અંબાણીની નવી પેઢીએ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. જેમાં મુકેશ અંબાણીના આકાશ અંબાણી અને ઈશા અંબાણી રિલાયન્સ જિઓમાં ડાયરેક્ટર તરીકેકામ કરે છે. ઉલ્લેખની છે કે, રિલાયન્સ જિઓ પાછળનું સૌથી મોટું ભેજું મનોજ મોદી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -