આજે ઉંઝામાં વેપારીઓએ કેમ સજ્જડ બંધ પાળ્યું, જાણો આ રહ્યું કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉંઝા નગરના ઘંઘા-રોજગાર તા. 04-09-2018 બપોરે 12.00 કલાકથી એક દિવસ માટે સંપૂર્ણ બજાર બંધ રાખી ટેકો આપવા વિનંતી કરવામાં આવી છે.
ઉંઝા બંધ પાળવામાં આવશે તેનો એક પત્ર પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે કરેલી લાઠીચાર્જ અને દમનના વિરોધમાં અને કેના કારણે લાગણી દુભાવવાયી છે.
નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઈ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઉપરાંત મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઈન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.
આજે બંધના કારણે અનેક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. જ્યારે ઉંઝામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
જોકે આજે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી પરંતુ બપોરે બાદ સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઈ ગઈ હતી.
હિંમતનગરના ગઢોડા ગામે ઉમિયા માતાના રથને અટકાવી દેવામાં આવ્યો હતો તે મામલે આજે મહેસાણાના ઉંઝામાં બંધ પાળવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધને સામાજીક અને ધાર્મિક સંસ્થાઓનું પણ સમર્થન મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -