મગફળી કૌભાંડમાં મોટો ખુલાસો: ગુજકોટ અને નાફેડના બે-બે અધિકારીઓ સહિત 22ની ધરપકડ, આરોપી નાફેડના ચેરમેનના કૌટુંબિક ભત્રીજો
મગફળી કૌભાંડ મામલે પોતાના ભત્રીજાની ધરપકડ થઇ હતી જેના પર વાઘજી બોડાએ જણાવ્યું હતું કે, ભલે મારા પરિવારનો સભ્યો હોય કાર્યવાહી થવી જોઇએ. જે પણ ગુનેગાર હોય તેને સજા થવી જોઇએ.
જૂનાગઢઃ જૂનાગઢમાં ધણેજ સહકારી મંડળીમાં મગફળી કૌભાંડ મામલે 22 જણાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલામાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નાફેડ અને ગુજકોટના બે-બે અધિકારીઓનો સમાવેશ થાય છે. તે સિવાય વેર હાઉસિંગ કોર્પોરેશનના મેનેજર મગન ઝાલાવાડિયાની પણ ધરપકડ કરાઇ છે. ઉપરાંત નાફેડના ચેરમેન વાઘજી બોડાના કૌટુંબિક ભત્રીજા રોહિતની ધરપકડ કરાઇ છે. રોહિત ક્લાર્ક તરીકે કામ કરતો હતો.
મળતી વિગતો અનુસાર, ધણેજ સહકારી મંડળીમાં મગફળી કૌભાંડ મામલે રાજકોટ પોલીસે અત્યાર સુધીમાં 22 લોકોની ધરપકડ કરી હતી. જેતપુરના ધોરાજીમાં પેઢલામાં મગફળી કૌભાંડ બહાર આવ્યુ હતું. ધનેજ સહકારી મંડળી સાથે જોડાયેલા 18 જેટલા લોકોની આ મામલે ધરપકડ કરાઇ હતી.