સુરતમાં ભાજપના નેતાના પુત્રના લગ્નમાં અચાનક થયું ફાયરિંગ? ભાજપના કયા મંત્રીની હાજરીમાં થયું ફાયરિંગ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે ગૃહવિભાગે હવે એક પરીપત્ર જીલ્લા પોલીસ વડાને તથા પોલીસ કમિશનરને પાઠવીને લગ્નપ્રસંગ કે કોઈપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશે.
આ વીડિયો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાના પુત્રનો હોવાની ચર્ચા છે. આ લગ્ન પ્રસંગમાં મહિલા સહિત અન્ય લોકોએ પણ બંદૂક લહેરાવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવા પણ રાજર રહ્યા હતાં તેવી ચર્ચા ચાલી રહી છે.
વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર હાથમાં પકડીને વીડિયો ગ્રાફી કરાવવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત જિલ્લામાં વાયરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર પોલીસના હોંશ ઉડાવી દીધા છે.
સુરતઃ જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધ વચ્ચે સુરતમાં લગ્નના વરઘોડામાં અચાનક ફાયરિંગ થતાં જાનૈયાઓના જીવ તળિયે ચોંટી ગયા હતા. જોકે ફાયરિંગ કરનાર કોઈ બીજું નહીં પણ વરરાજા જ હોવાનું જોતાં તમામે રાહતનો દમ લીધો હતો. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લગ્નમાં અશાંત માહોલ ઉભો કર્યો હતો. આ વીડિયો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ વાસીયાના પુત્રનો હોવાની ચર્ચા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -