આ ક્રિકેટરની સુંદર પત્ની સામે ભલભલી અભિનેત્રી પણ પાણી ભરે....
શાકિબ અને શિશિર પહેલીવાર ઈંગ્લેન્ડમાં મળ્યા હતા. શાકિબ અહીં કાઉન્ટી રમવા ગયો હતો અને બંને વચ્ચે મુલાકાત થઈ હતી જે એક સુંદર મજબૂત સંબંધમાં ફેરવાઈ ગઈ.
શિશિર સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે જેને ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.
શિશિરે અમેરિકામાંથી સૉફ્ટવેર એન્જિનિયરિંગનું શિક્ષણ લીધું છે.
શાકિબ અને શિશિરે 12 ડિસેમ્બર 2012ના રોજ લગ્ન કર્યા હતા, જે ખૂબ ચર્ચામાં રહી હતી. બંને વચ્ચે ત્રણ વર્ષ સુધી પ્રેમ રહ્યો જે બધાનાથી છૂપો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે એક દીકરીનો જન્મ થયો.
અમેરિકામાં પણ શિશિરને ઘણી મોડલિંગ કંપનીઓએ ઑફર કરી હતી પણ તેણે કામ કરવાની ના પાડી દીધી હતી.
શિશિરે બાંગ્લાદેશની એક ટીવી ચેનલ માટે એક એડ પણ શૂટ કરી હતી.
શિશિર બાળપણના થોડાક જ વર્ષ બાંગ્લાદેશમાં રહી છે. ત્યારબાદ તે પિતા સાથે અમેરિકા જતી રહી અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ.
બાંગ્લાદેશના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસન વિશ્વના સૌથી શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરમાંથી એક છે. તે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સૌથી મોટા ખેલાડી છે. શાકિબ અલ હસન રતમ ઉપરાંત તેની પત્ની પણ હંમેશા ચર્ચામાં રહે છે. શાકિબ અલ હસનની પત્ની ઉમ્મી અહમદ શિશિર ખૂબ જ સુંદર દેખાય છે. તે બાંગ્લાદેશની સાથે-સાથે અમેરિકામાં પણ ખૂબ જ પોપ્યુલર છે.