હાર્દિક પંડ્યાની લાઇફમાં આ વિદેશી છોકરીએ મચાવી ધમાલ, ડેટિંગની ચાલી ચર્ચા

ત્યારબાદ હાર્દિક અને અલી મૂવી અને ડિનર સેટ પર સ્પૉટ થયા, તાજેતરમાં જ હાર્દિકના ભાઇ કૃણાલના લગ્ન રિસેપ્શન પર હાર્દિક અને અલીની નજદીકી દરેકે જોઇ. એટલું જ નહીં બન્નેની એકસાથેની તસવીર પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. ત્યારબાદ બન્નેના અફેરના કિસ્સા મીડિયામાં છવાયા હતા.
રિપોર્ટ્સ અનસાર, હાર્દિક અને અલીની પહેલી મુલાકાત એક જાહેરાતના શૂટ દરમિયાન થઇ હતી, જ્યાં બન્નેએ એકબીજાની સાથે ફોન નંબર્સ એક્સચેન્જ કર્યા હતા. પછી થોડાક સમયમાં બન્ને એકબીજાના ખાસ મિત્ર બની ગયા.
સ્પૉટબૉયની રિપોર્ટ અનુસાર, હાર્દિક અને અલી એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે. આ બન્ન કૉફી અને વાતચીત દરમિયાન એક સારા મિત્રથી પણ વધારે નજીક આવી ગયેલા દેખાય છે.
અલી અવરામ એક સ્વિડીશ ગ્રીક એક્ટ્રેસ છે અને હાલમાં તે મુંબઇમાં રહે છે.
મુંબઇઃ ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાન રમતને લઇને પૉપ્યૂલરની સાથે સાથે પોતાના પ્રેમના કિસ્સાને લઇને પણ ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ કોઇને કોઇ હસીનાના નામ સાથે જોડાતું રહે છે, ત્યારે હવે આ કડીમાં એક વિદેશી હસીના પણ જોડાઇ છે. તેનું નામ છે એલી અવરામ.