ન્યુયોર્કમાં વેકેશન માણી રહ્યા છે વિરાટ-અનુષ્કા, જુઓ PICS
વિરાટે લખ્યું છે કે તે ઘણા સમયથી બ્રેક લેવા માંગતો હતો અને તે તેના ‘લવ’ સાથે આ બ્રેક એન્જોય કરી રહ્યો છે. આ અગાઉ વિરાટે અનુષ્કાને તેની લકી ચાર્મ પણ કહી હતી.
આ સમારોહ માટે અડધા ભાગનું બોલિવૂડ ન્યૂયોર્કમાં પોતાનો ઝલવો વિખેરી રહ્યુ છે. બુધવારની સાંજે વિરાટ અને અનુષ્કાએ પોતાની એક તસવીર સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેને તેમના ફેન્સ ખુબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીર વાઇરલ પણ થઇ ગઇ છે.” રસપ્રદ વાત એ છે કે, સોશિયલ મીડિયામાં આવેલ બીજી એક તસવીરમાં વીરાટ કોહલીનાં હાથમાં છત્રી છે અને અનુષ્કા તેની સાથે નજર આવી રહી છે.
અનુષ્કા આઈફા એવોર્ડ્સ માટે ન્યુયોર્ક પહોંચી છે જ્યારે વિરાટ કોહલી ગર્લફ્રેન્ડને કંપની આપવા ન્યુયોર્ક ગયો છે. વિરાટે તેની અને અનુષ્કાની એક સેલ્ફી પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી જે તેના કેપ્શનને કારણે વાઈરલ થઈ ગઈ હતી.
વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પૂર્ણ થઇ ગયો છે અને ખુબ જ જલ્દી ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાનો પ્રવાસ ખેડશે. આવામાં નવરાશનાં સમયમાં વિરાટ કોહલી ન્યૂયોર્કમાં અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.