વડોદરામાં બીજા ધોરણના વિદ્યાર્થીએ કોને લખ્યો ‘Love લેટર’? જાણો વિગત
આટલી નાની ઉંમરમાં આ પગલા બાદ બાળકીના પિતા મનોજ અગ્રવાલે બાળકીઓ શાળામાં કેટલી સુરક્ષિત છે તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. જો ન્યાય નહીં મળે તો જિલ્લા શિક્ષણ અધિકારીને બાળક અને પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરશે.
કાગળમાં પ્રેમ પત્ર નિહાળી વાલી શાળાએ પહોંચ્યાં હતા અને શાળા સંચાલિકાને ખખડાવ્યા હતા. સંચાલકોએ આ વાતને સામાન્ય જણાવતા પિતાને આંચકો લાગ્યો હતો.
વડોદરા શહેરના બગીખાના વિસ્તારમાં આવેલ બરોડા હાઈ સ્કુલના બીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના જ ક્લાસના વિદ્યાર્થીએ પ્રેમ પત્ર લખ્યો હતો. ઘરે જઈને પોતાની નોટબુકમાંથી પેજ ફાડીને તે ફેકતી હતી ત્યારે પિતાએ તેને જોઈ લીધી હતી. પિતાએ કાગળનો ડૂચો નિહાળતાં જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
વડોદરામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત શિક્ષણ જગતને હચમચાવી નાખે તેવો કિસ્સો સંસ્કારીનગરી વડોદરામાં બન્યો હતો. વાલીઓ માટે આ કિસ્સો ચેતવણીરૂપ ગણવામાં આવે છે. વિદ્યાના મંદિરમાં લવના પાઠ ભણાવતા હોવાનો આક્ષેપ વાલીઓએ સ્કૂલ સંચાલકને કરી છે.