હાર્દિકે ભાજપને કેમ આપી ખુલ્લી ધમકીઃ કંઈ વાંધો નહીં, ચૂંટણી આવે જ છે.......
અમદાવાદ: મંત્રણાં માટે સરકારને આપેલું 24 ક્લાકનું અલ્ટીમેટમ ગુરૂવારે સાંજે 7 વાગ્યે પૂર્ણ થતાં પાસ કન્વીનર હાર્દિક પટેલે જળત્યાગ કર્યાંનું પાસ કોર કમિટીના મનોજ પનારાએ જાહેર કર્યું હતું. 13 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની શારરિક સ્થિતિ પહેલાથી જ અશક્ત છે. હાર્દિકની તબિયત લથડી છે જેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી છે જોકે હાર્દિક ના પાડી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત આંદોલનને લઈને હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કરી રહ્યો છે. હાર્દિકે ટ્વીટ કરીને લખ્યું હતું કે, ગોધરાકાંડના ગુંડા ગુજરાતના ભાજપવાળાને હું મરી જઉ તો શું ફરક પડવાનો, તેમણે તો હજારોની હત્યા પછી સત્તા મેળવી છે. 13 દિવસના ઉપવાસ પછી ભાજપવાળાએ ખેડૂતોનો સૌથી મોટા પાટીદાર સમુદાય માટે કંઈ વિચાર્યું નથી શબ્દ ઉચ્ચાર્યો નથી. કંઈ વાંધો નહીં ચૂંટણી આવે છે.
મોડી સાંજે મિડિયા સમક્ષ મનોજ પનારાએ હાર્દિકને સરકારના ઈશારે પોલીસ ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપ સરકારની માનસિકતા હાર્દિકનું જીવન ઉપવાસમાં ખતમ થાય તેવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
ગુરુવાર સવારે હાર્દિક પટેલ વ્હિલચેર પર લઈ જવામાં આવ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના આસીટન્ટ પ્રોફેસર ડો.પ્રવિણ સોલંકીએ મેડિકલ ચેકઅપ બાદ હાર્દિકની કિડની અને લિવરને ગંભીર અસર પહોંચી રહ્યાનું જાહેર કરવામાં આવ્યું હતું. હોસ્પિટલની ટીમ છાવણીને તૈનાત કરી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -