સુરતી મહિલાને પરેશાન કરતાં રોમિયોની જાહેરમાં મહિલાએ કરી ધોલાઈ, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલાએ ફક્ત લાફા જ નહીં પરંતુ લાતો અને ચપ્પલથી પણ રોમિયોની ધોલાઈ કરી હતી. આ ઘટના બની ત્યારે લોકોના ટોળાં વળી ગયા હતાં. હાજર લોકોમાંથી પણ બે ત્રણ લોકોએ પણ હાથ સાફ કર્યો હતો અને રોમિયોને ફટકાર્યો હતો.
સુરતમાં એક રોમિયો મહિલાને અંદાજે છેલ્લા 15 દિવસથી પરેશાન કરતો હતો. ત્યાર બાદ મહિલાએ મિજાજ ગુમાવી દેતાં આ રોમિયોને જાહેરમાં જ ઢીબી નાખ્યો હતો. જાહેરમાં તમાશો બનતા લોકોના ટોળાં વળ્યા હતાં. મહિલાએ રોમિયોને કોલર પકડીને ફટકાર્યો હતો. આ દરમિયાન રોમિયો ‘તમે કોણ છો’ એવા સવાલ કરી રહ્યો હતો. જોકે આવો સવાલ સાંભળતા જ મહિલાએ વ્યક્તિને લાત મારી હતી.
સુરતમાં એક રોમિયો મહિલાને જાહેરમાં પરેશાન કરતો હતો જેના કારણે મહિલાએ રોમિયોને જાહેરમાં ધોલાઈ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ રોમિયો સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાની માહિતી સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -