PHOTOS: માલદીવમાં આ રીતે હનીમૂન એન્જોય કરી રહ્યા છે ઝહીર-સાગરિકા, જુઓ
સાગરીકાએ તેના અને ઝહીરના ક્રૂઝ પરના સપ્રાઈઝ ડીનરની આ તસવીર શેર કરી હતી. માલદીવના દરિયામાં ઝહીર અને સાગરિકાએ તેમની પ્રથમ સ્કૂબા ડાઈવિંગની મજા માણી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાગરિકાએ હાલમાં જ ઝહીર ખાનની દરિયામાં ઝુલા ઝુલતી તસવીર પોસ્ટ કરી હતી. જેના પર સાનિયા મિર્ઝાએ મજાક ભર્યા અંદાજમાં પોસ્ટ કરી હતી. જે બાદ લોકોએ તેને ભારે મજાક ઉડાવી હતી.
સાગરિકા તેમના હનીમૂનની તમામ ખબરોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરીને તેના ફેન્સને માહિતી આપી રહી છે.
લગ્ન બાદ હવે આ જોડી માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. ઝહીર અને સાગરિકા બંનેની હનીમૂનની ઘણી તસવીરો શેર કરી છે. પરંતુ બંને કપલ ફોટો શેર કરવાથી બચી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને બોલિવુડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ 23 નવેમ્બરે કોર્ટ મેરેજ કર્યા. નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં મેંદી, સંગીતથી લઈને તમામ ફંક્શન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા. પછી 27 નવેમ્બરે મુંબઈની તાજ મહેલ પેલેસમાં તેમનું ગ્રાન્ડ રિશેપ્શન પાર્ટી થઈ. જેમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, યુવરાજ સિંહ, હેજલ કીંચ, સચિન ટેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, સાનિયા મિર્ઝા, સુષ્મિતા સેન સહિતના બોલિવુડ અને સ્પોર્ટ્સ સેલેબ્સ હાજર રહ્યા.
હાલમાં ઝહીર ખાન અને સાગરિકા ઘાટગે માલદીવમાં પોતાનું હનીમૂન એન્જોય કરી રહ્યા છે. બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હનીમૂનની તસવીર શેર કરી છે. તસવીરમાં ઝહીર ખાન અને તેની પત્ની સુંદર જોવા મળી રહ્યા છે. એક તસવીરમાં કપસ સમુદ્ર કિનારે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -