હાર્દિકની વિદાય પ્રસંગે 16મીએ ઉદયપુરમાં ડાયરો, આ ગુજરાતી યુવતી બોલાવશે રમઝટ, ફાળો ખોડલધામમાં અપાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Jan 2017 12:09 PM (IST)
1
2
3
4
ઉદયપુરમાં હાર્દિક પટેલને વિદાય આપવા માટે 16 જાન્યુઆરીની રાત્રે ભવ્ય ડાયરાનું આયોજન કરાયું છે. આ ડાયરામાં જાણીતાં લોકગાયક અલ્પા પટેલ રમઝટ બોલાવશે. ખોડિયાર માતાની આરતી તથા બીજાં ગીતો દ્વારા અલ્પા પટેલ ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે લોકપ્રિય છે.
5
6
7
8
ઉદયપુરમાં ઉદય વાટિકા ખાતે 16 જાન્યુઆરીએ રાત્રે 10 કલાકે આ ડાયરો શરૂ થશે. હાર્દિકના ફેસબુક પેજ પર કરાયેલી જાહેરાત પ્રમાણે, હાર્દિકભાઈને મજબૂત બનાવવા માટે પાટીદાર ગાયિકા અલ્પાબેન પટેલના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
9
10
11
12
13
14
15
16
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલનું 17 જાન્યુઆરીએ ગુજરાતમાં આગમન થવાનું છે. હાર્દિક પટેલને આવકારવા માટે ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ઉદયપુરમાં હાર્દિકને ભવ્ય વિદાય આપવા પણ જોરદાર તૈયારીઓ થઈ રહી છે.