રાજકોટમાં પુત્રની હત્યા કરી પિતાએ ગળાફાંસો ખાઈ લેતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી
પ્રાપ્ત વિગત મુજબ શહેરના પોશ વિસ્તારમાં આવેલી લક્ષ્મી સોસાયટી પર મેઇન રોડ પર રહેતા પરેશભાઇ સાગઠિયા નામના વ્યક્તિએ પોતાના 5થી 7 વર્ષના પુત્ર હેમાંકની હત્યા કર્યા બાદ પોતે પણ ગળેફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતા માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસનું કહેવું છે કે હાલ કોઇ સ્યૂસાઈડનોટ તથા અન્ય કોઇ જાણકારી મળી આવી નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક પરેશભાઇ શહેરમાં આવેલા સાંગળવા ચોકમાં ઇલેક્ટ્રીકની દુકાન ચલાવતા હતા. પરેશભાઈની પત્ની ડિલિવરી હોવાને કારણે પીયર ગઇ હતી. ડિલિવરીમાં તેમને ત્યાં એક બાળકનો જન્મ થયો હતો. બીજી તરફ પરિવારમાં બીજા બાળકનો જન્મ થતા ખુશીનો માહોલ હતો ત્યારે અચાનક પરેશભાઇએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
રાજકોટ: રાજકોટમાં નાનામવા મેઈન રોડ પર આવેલી લક્ષ્મી સોસાયટીમાં એક પિતાએ અગમ્ય કારણોસર પુત્રની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ થતા જ માલવીયા નગર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે કોઇ સ્યૂસાઇડ નોટ મળી આવી નથી, ત્યારે પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.