✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પ્રોફેસરે યુવતીને પુના અને રાજકોટની હોટલમાં લઈ જઈને બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Sep 2017 10:57 AM (IST)
પ્રોફેસરે યુવતીને પુના અને રાજકોટની હોટલમાં લઈ જઈને બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
1

રાજકોટઃ શહેરની મારવાડી કોલેજના પ્રોફેસર સામે કોલેજની પૂર્વ વિદ્યાર્થિનીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગઈ છે. પ્રોફસર સિરાજ હુશેનભાઇ બ્લોચે યુવતીને પુના અને રાજકોટની હોટલોમાં લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીએ પ્રોફેસર સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર હકિકત પ્રકાશમાં આવી છે. આ ફરિયાદ પછી ગમે ત્યારે પ્રોફેસરની ધરપકડ થઈ શકે છે.

2

પીડિતાએ ફરિયાદ છે કે, પોતે જ્યારે પ્રોફેસરને લગ્ન કરવાનું કહ્યું ત્યારે પોતે માત્ર ફિઝિકલ રિલેશન માટે સંબંધ રાખ્યો હતો તેમ કહી લગ્નનો ઇનકાર કરી દીધો હતો. પ્રોફેસરે યુવતીને કહ્યું હતું કે, તારા જેવી કેટલીય છોકરીઓને ફસાવીને જીંદગી બરબાદ કરી નાખી છે. અન્ય એક છોકરીને પણ ફિઝિકલ રિલેશન માટે મેસેજ કર્યો હોવાનું યુવતીએ પીડિતાને જણાવ્યાનો આક્ષેપ કર્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યા મુજબ પ્રોફેસરને પત્ની જ યુવતીઓના કોન્ટેક્ટ કરાવી આપતી હતી.

3

રાજકોટની હોટેલ લગુન રિજન્સીમાં ફરવાના બહાને લઇ જઇ ત્યાં પણ બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ પ્રોફેસરની પત્ની સગર્ભા થતાં ડિલિવરી માટે માવતર મોકલી હતી. ઘરે કોઇ ન હોવાથી ચારથી પાંચ વખત ઘરે બોલાવીને પણ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.

4

પ્રોફેસરે તેની પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કર્યા બાદ પત્નીને સંતાન થતા નથી તેમજ પત્ની સાથે ફિઝિકલ રિલેશન નથી, તેમ પીડિતાને જણાવ્યું હતું. એટલું જ નહીં તેના લગ્ન પણ પરાણે કરાવાયા હોવાની વાતો કરીને તેની સહાનુભૂતિ મેળવીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ પછી યુવતીને બિઝનેસ મીટિંગના બહાને પુના લઇ જઇ હોટેલમાં બળાત્કાર ગુજાર્યો હતો.

5

પીડિતાની ફરિયાદ છે કે, પોતે મારવાડી કોલેજની પૂર્વ વિદ્યાર્થિની છે. રૈયારોડ પર સુભાષનગરમાં રહેતા સિરાજ હુશેનભાઇ બ્લોચ (ઉ.વ.31) અને તેની પત્ની મારવાડી કોલેજમાં પ્રોફેસર તરીકે 6 વર્ષથી ફરજ બજાવે છે. પ્રોફેસર સિરાજ રિલાયન્સ મોલમાં બિગ હ્યુમન નામનો શોરૂમ પણ ધરાવે છે. સિરાજે પીડિતાને લગ્ન લાલચ આપી અને શોરૂમમાં પાટર્નર બનાવી પોતાની હવસનો શિકાર બનાવી હતી.

  • હોમ
  • રાજકોટ
  • પ્રોફેસરે યુવતીને પુના અને રાજકોટની હોટલમાં લઈ જઈને બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.