✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ખોડલધામમાં શરૂ થયો 5 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો હવે પછી 4 દિવસ યોજાશે ક્યા કાર્યક્રમ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jan 2017 02:15 PM (IST)
1

ખોડલધામ મંદિરે પાંચ દિવસ સુધી અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તમામ કાર્યક્રમો સાંજના 6 સુધીમાં પૂરા કરી લેવામાં આવશે. સાંજના 6 વાગ્યા બાદ કોઈપણ કાર્યક્રમ રાખવામાં આવ્યાં નથી. સુરક્ષામાં રખાયેલા સ્વયંસેવકો અને અન્ય આગેવાનો જ રાત્રિ દરમિયાન ખોડલધામ સંકુલમાં રહેશે.

2

ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મોટો નેતાઓ પણ આવે તેવી શક્યતા છે. જેના કારણે પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. મૂર્તિની પ્રતિષ્ઠા વખતે પુષ્ય વર્ષા કરવા પાટીદારોએ કેટલાંક હેલિકોપ્ટર ભાડે રાખ્યા છે. આ મહોત્સવમાં 50 લાખથી વધારે શ્રદ્ધાળુઓ અહીં આવે તેવી શક્યતા છે. ત્યારે મોટી સંખ્યામાં સ્વયંમ સેવકો અહીં ખડે પગે રાત દિવસ તહેનાત રહેશે.

3

20 જાન્યુઆરી: ભારતીય ઉત્સવો તેમજ વિવિધ ક્ષેત્રે પટેલ જ્ઞાતિએ આપેલા યોગદાનને ઉજાગર કરતો ડ્રામા અને ઓડિયો વિઝ્યૂઅલનો કાર્યક્રમ છે.

4

18 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહા હવન થશે. બપોરે 12 થી 5 વાગ્યા સુધી લોકડાયરો યોજાશે. જેમાં ભીખુદાન ગઢવી, કિર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો હાજર રહેશે.

5

કાગવડ: ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ આજથી થયો છે. આજે મંદિરમાં સ્થાપિત થનાર મા ખોડલ સહિત 21 મૂર્તિઓ સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાંથી શોભાયાત્રરૂપે નીકળીને બપોરે 1 સુધીમાં કાગવડ પહોંચશે. આ મહોત્સવમાં ભાગ લેવા દેશ વિદેશથી લોકો ઉમટી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પણ હાજરી આપી છે. ત્યારે પાંચ દિવસ સુધી ચાલનારા કાર્યક્રમનો પર એક નજર કરીએ તો..

6

21 જાન્યુઆરી: સવારે 5.30થી 6.30 પ્રાણપ્રતિષ્ઠા વિધિ, 21 મહાઆરતી, ગરબા અને સમૂહ રાષ્ટ્રગાન બાદ મહા ધર્મસભાનું આયોજન કરેલ છે.

7

19 જાન્યુઆરી: સવારે 8 થી 12 અને બપોરે 2 થી 5 સુધી 21 કુંડનો મહાહવન તેમજ સથવારો રાધે શ્યામનો કાર્યક્રમ છે.

  • હોમ
  • રાજકોટ
  • ખોડલધામમાં શરૂ થયો 5 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો હવે પછી 4 દિવસ યોજાશે ક્યા કાર્યક્રમ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.