✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં આતંકી હુમલો કરવા માગતા ISના બે આતંકી ઝડપાયા, જાણો શું મળ્યું અને ક્યાં હુમલો કરવાના હતા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2017 12:24 PM (IST)
1

નોંધનીય છે કે ગઇ કાલે રાજકોટ પોલીસ શહેરની ગ્રીનલેંડ ચોકડી પાસેથી ડી ગેંગના 4 શાર્પ શૂટરોને દબોચી લીધા,જેઓ જામગરના ઉદ્યોગપતિની હત્યા કરવા માટે આવ્યા હતા. અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના અનીસ ઇબ્રાહીમે હત્યા માટે 10 લાખમાં સોપારી આપી હતી,

2

બન્ને આતંકીઓ વિરૂદ્ધ UAPAની કલમ 13, 18,38 અને 39 હેઠળ ગુનો નોંધાયો છે. IPC કલમ 121-A અને 125 લગાવાઈ છે. એક્સપ્લોસિવ સબસ્ટેંસ એક્ટ 5ની કલમ પણ લગાવવામાં આવી છે.

3

એટીએસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે બંને બાઈઓ છેલ્લા બે વર્ષથી ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓના સંપર્કમાં હતા. બંને શકમંદ આતંકવાદીઓ ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી ઈસ્લામિક સ્ટેટના આકાઓના સંપર્કમાં હતા. તેમના કોમ્પ્યુટરમાંથી આઈએસનું મેગેઝિન હબિક પણ મળી આવ્યું છે.

4

પટેલના જણાવ્યા અનુસાર આ બંને આતંકવાદીઓ ગુજરાતમાં મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવાના હતા અને સંભવતઃ પાલિતાણા, ચોટીલા અથવા રાજકોટમાં પર આતંકવાદી હુમલો કરવાના હતા. એટીએસને આ અંગે બાતમી મળતાં તેમણે બંને ભાઈઓને નાપાક ઈરાદા પાર પાડતાં પહેલાં જ ઝડપી લીધા હતા.

5

આ બંને ભાઈઓ પૈકી વસીમ રાજકોટમાંથી ઝડપાયો હતો જ્યારે નઈમ ભાવનગરમાંથી ઝડપાયો હતો. આ બંને ભાઈઓ ઝડપાતાં અમદાવાદથી એટીએસના અધિકારીઓ રાજકોટ દોડી ગયા હતા.રાજકોટના ખોડિયારપરા વિસ્તારમાં બોમ્બ મૂકવાની ઘટના સાથે આ આતંકવાદીઓને કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ શરૂ થઈ છે.

6

ગુજરાત એટીએસના ડીવાય. એસ.પી. કે.કે. પટેલે આપેલી માહિતી પ્રમાણે આઈએસ માટે કામ કરતા આ બે આતંકવાદીઓ સગા ભાઈઓ છે. આ પૈકી મોટા ભાઈનું નામ વસીમ રામોડિયા અને નાના ભાઈનું નામ નઈમ રામોડિયા છે. તેમની પાસેથી 10 ગ્રામ ગન પાઉડર, 10 સૂતળી બોમ્બ તથા બેટરી મળી આવ્યાં છે.

7

અમદાવાદઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ એક મોટી સફળતા મેળવીને ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના બે આતંકવાદીને ઝડપી લીધા હતા. ગુજરાતમાં આઈએસના આતંકવાદી ઝડપાયા હોય તેવી આ પહેલી ઘટના છે અને તેના કારણે ખળભળાટ મચી ગયો છે.

  • હોમ
  • રાજકોટ
  • ગુજરાતમાં આતંકી હુમલો કરવા માગતા ISના બે આતંકી ઝડપાયા, જાણો શું મળ્યું અને ક્યાં હુમલો કરવાના હતા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.