જસદણમાં કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ભાજપના ક્યા નેતા સાથે થઈ બોલાચાલી? જાણો વિગત
જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના કુંવરજી બાવળિયાને 9050 મતો મળ્યાં છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને 7806 મતો મળ્યાં છે. આ ઉપરાંત નોટાને 263 મત મળ્યાં છે. પ્રથમ રાઉન્ડમાં ભાજપને 4705 અને કૉંગ્રેસને 3326 મત મળ્યાં હતાં. જોકે હાલ ભાજપ આગળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મતગણતરી આજે જસદણની મોડેલ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું હતું. મતગણતરી કેન્દ્ર પર ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને અવસર નાકિયા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બંને પક્ષના નેતાઓએ બંનેને છૂટા પાડ્યા હતા અને મામલો થાળો પાડ્યો હતો.
જસદણ: જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આજે મતગણતરી શરૂ થઈ હતી અને જસદણમાં ભારે રોમાંચક માહોલ હતો. ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ચકમક ઝરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -