રાજકોટઃ યુવકને ભાભી સાથે બંધાયા સેક્સસંબંધ, એકબીજા વગર ન રહી શકતાં શું કર્યું?
આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના નવા થોરાળામાં મુળ ઉત્તરપ્રદેશનો સુનિલકુમાર રાજકુમાર અથરીયા(ઉ.૨૫) પત્ની મમતા સાથે રહે છે. સુનિલે સાત વર્ષ પહેલા મમતા સાથે લવમેરેજ કર્યા હતા. તેમને સંતાનમાં એક દીકરી ગોલુ(ઉ.વ.6) અને દીકરો બાબુ(ઉ.વ.4) છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટઃ નવા થોરાળા વિસ્તારમાં યુવકે ભાભી સાથેના અનૈતિક સંબંધમાં સગા ભાઈની હત્યા કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. પોતાના ભાઈની હત્યા કર્યા પછી યુવક ભાભીને લઈને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે બંનેને વડોદરાથી પકડી પાડ્યા છે.
નાળામાંથી મળેલી લાશ સુનિલનું હોવાનું ખૂલતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી. બીજી તરફ અજય અને મમતા વડોદરા તરફ હોવાની બાતમી મળતાં પોલીસે તપાસ કરતાં બંને વડોદરાથી મળી આવ્યા હતા. પહેલા તો તેમણે સુનિલની હત્યા મુદ્દે કંઇ જ ન જાણતા હોવાનું રટણ કર્યું હતું. જોકે, પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં અજય ભાંગી પડ્યો હતો અને મમતા સાથેના સંબંધમાં હત્યા કર્યાનું કબૂલ્યું હતું.
આ પછી મમતા અને અજય ઘરેથી ભાગી ગયા હતા. બીજી તરફ પોલીસને ગઈ કાલે સાંજે નાળામાંથી સુનિલની લાશ મળી આવી હતી. સુનિલ ગત પાંચમી ઓક્ટોબરથી ગુમ હતો. પુત્ર ઘરે પરત ન ફરતાં પિતા રાજકુમાર અથરીયાએ શોધખોળ કરી હતી. તેઓ આ સાથે મમતા અને અજયની પણ શોધખોળ કરી રહ્યા હતા. જોકે, કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરી હતી.
સુનિલના નાના ભાઈ અજય સાથે મમતાને આંખ મળી ગઈ હતી. આ સંબંધો આગળ વધતાં બંને વચ્ચે શારીરિક સંબંધો પણ શરૂ થઈ ગયા હતા. હવે એકબીજા વગર ન રહી શકતાં પોતાના સગા ભાઈ સુનિલની હત્યા કરી નાંખી હતી અને પછી લાશ ઉદ્યોગનગરના મહાદેવના મંદિર પાસેના નાળામાં ફેંકી દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -