રાજકોટઃ બસ-કાર અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માત, બેનાં મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Mar 2018 04:56 PM (IST)

1
2
આ અંગેની વિગતો એવી છે કે, આજે રાજકોટના કાણીપાત ગામ પાસે મિનિ બસ, જીજે-3 ડીજી-1026 નંબરની હ્યુન્ડાઇ કાર અને જીપ વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
3
4
5
6
7
આ અકસ્માતની જાણ થતાં કાણીપત ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડતાં રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં મિનિ લક્ઝરી બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
8
9
10
રાજકોટઃ કાણીપાત ગામ પાસે મિનિ બસ, કાર અને જીપ વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં બેનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.