રાજકોટઃ અપરણીત યુવકને મામી સાથે બંધાયા સંબંધ, પતિ બહાર ગયો હતો ત્યારે બંનેએ શું કર્યું? જાણો વિગત
પોલીસે જણાવ્યું હતું કે, મહિલાનો પતિ બે દિવસ પહેલાં રાજકોટ ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઘેર એકલા રહેલા કુંવારા ભાણેજ અને પરિણીત મામીએ અંતિમ પગલું ભરી લેતાં રહસ્યના અનેક તાણાંવાણાં સર્જાયા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભોજાણીએ વધુ તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપલેટાઃ ઉપલેટા નજીક આવેલા તલંગાણામાં મામી, ભાણેજે એકસાથે ગળાફાંસો ખાઈ આપઘાટ કરતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોઈ આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ, તલંગણામાં રહેતાં અને ખેતર વાવીને ગુજરાન ચલાવતા વજુભાઈ સોલંકીની પત્ની શીતલબેન (ઉ.વ.30) અને તેમનાં ભાણેજ ભાવેશ બાબુભાઇ શિહોરા (ઉ.વ.24)એ દિનેશભાઈ વાછાણીનાં ડેલામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બંનેના મૃતદેહો ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા ત્યારે આગેવાનો ઉમટી પડ્યા હતા. શીતલબેનને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જ્યારે ભાવેશ અપરણિત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -