રાજકોટઃ જૂના માર્કેટ યાર્ડમાં મગફળી ભરવાના ખાલી બારદાનમાં લાગી આગ, કોથળા બળીને ખાક
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Mar 2018 09:26 PM (IST)
1
2
3
રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા ગુજકોટને જગ્યા આપવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર ગુજકોટ દ્વારા મગફળી ની ખરીદી કરવામાં આવતી હતી.
4
આગને કાબુમાં લેવા માટે ગોંડલથી પણ ફાયરફાઇટર બોલાવાયા હતા. ભીષણ આગની ઝપટમાં એક ટ્રક અને દુકાનપણ આવી ગયા હતા. ગુજકોટની ઓફિસમાં પણ આગ લાગી હતી. ઓફિસમાં જરૂરી દસ્તાવેજો હોય તે પણ બળીને ખાખ થઇ ગયા હોવાની શક્યતા છે.
5
રાજકોટઃ મંગળવારે સાંજે જૂના માર્કેટ યાર્ડમાં મગફળી ભરવાના ખાલી બારદાનમાં આગ લાગી હતી. ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીને પેક કરવા માટે બારદાનને જૂના યાર્ડમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈ કારણોસર આગ લાગી હતી. તેમાં આશરે 15 લાખ બારદાન ખાક થઈ ગયા હતા. આગ કેવી રીતે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.