રાજકોટઃ શિક્ષકને શિક્ષિકા સાથે બંધાયા સંબંધ ને કર્યાં બીજાં લગ્ન, બંને પત્નિ ઉપર નીચે રહેતી ને પછી શું થયું?
રાજકોટ: જેતપુરના શિક્ષકે રાજકોટના રજપૂતપરામાં આવેલી હોટેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રથમ પત્ની સાથે સમજૂતીથી અલગ થયા બાદ બીજા લગ્ન કર્યા હતા અને બન્ને પત્ની એક જ મકાનમાં રહેતા બન્ને વચ્ચે કંકાસ થતાં શિક્ષકે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રથમ પત્ની નેહા મકાનના ઉપરના ભાગે પુત્ર સાથે રહેતી હતી જ્યારે ધર્મેશ અને સંગીતા નીચે રહેતા હતા. એક જ મકાનમાં બન્ને પત્ની વચ્ચે અવાર નવાર તકરાર થતી હતી. ઝઘડા થવાને કારણે બીજી પત્ની સંગીતાના ભાઈએ છૂટાછેડા આપવાની ચીમકી આપી હતી. રવિવારે ધર્મેશ જેતપુરથી રાજકોટ આવ્યો હતો અને હોટેલમાં ઉતરી હોટેલના રૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં વડોદરિયા પરિવાર રાજકોટ દોડી આવ્યો હતો.
બનાવની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઇ કાકડિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ ધર્મેશ વડોદરિયા જેતપુરની જ સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેમના પ્રથમ પત્નીનું નામ નેહા છે અને પ્રથમ નામનો પુત્ર છે. ધર્મેશ વડોદરિયાને તેની સાથે જ સ્કૂલમાં ફરજ બજાવતી સંગીતા નામની યુવતી સાથે પ્રેમ થતાં પત્ની નેહા સાથે સમજૂતીથી છૂટા થઇને જાન્યુઆરી મહિનામાં સંગીતા સાથે લગ્ન કરી લીધા હતા.
જેતપુરના વેકરિયાનગરમાં રહેતા ધર્મેશભાઇ હસમુખભાઇ વડોદરિયા (ઉ.વ.30) રવિવારે રાજકોટના રજપૂતપરામાં આવેલી સીટીઇન હોટેલમાં ઉતર્યા હતા. સોમવારે બપોરે દોઢ વાગ્યે રૂમ ચેકઆઉટ કરવાનો સમય હોઇ હોટેલ સ્ટાફે બારણું અનેક વખત ખટખટાવવા છતાં ખુલ્યું નહોતું. શંકા જતા હોટેલ સ્ટાફે બાજુના રૂમમાંથી અંદર જઇ તપાસ કરતાં ધર્મેશભાઇ પંખા સાથે દોરી બાંધેલી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -