રાજકોટઃ યુવક યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા, ગાર્ડ આવી ગયો ને...
રાજકોટઃ શહેરના૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા જાસલ કોમ્પ્લેક્સના સિક્યોરિટી ગાર્ડને માર મારવાની ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સમાં રંગરેલીયા માણી રહેલા યુવક-યુવતીને ગાર્ડે રંગેહાથે ઝડપી લેતા યુવક અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સાંજના સમયે એક કપલ જાસલ કોમ્પ્લેક્સ ખાતે આવ્યું હતું. તેમજ કોમ્પલેક્સના ખૂણામાં અંગતપળો માણી રહ્યું હતું. દરમિયાન સિક્યુરિટી ગાર્ડ આ કપલને જોઇ જતાં તેમને અટકાવ્યા હતા.
આ કપલને અટકાવાતાં ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને આ કપલના મિત્રો આવી જતાં તેમણે સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી શરૂ કરી દીધી હતી. જેને કારણે સિક્યુરીટી ગાર્ડને હાથ અને અન્ય જગ્યાએ ઇજાઓ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -