✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોંડલઃ એવું તો શું થયું કે દીકરાએ જ પિતાની કરી નાંખી હત્યા, કોણે ફોડી નાંખ્યો ભાંડો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Aug 2017 11:08 AM (IST)
1

પિતાની હત્યા કર્યા પછી દીકરાએ પિતાના મૃતદેહ પાસે રોકકળ કરી પોતાના ગુનાને છુપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, બાળકોએ રડતી હાલતમાં પોલીસને હકીકત જણાવતા પોલીસે સુરેશની ધરપકડ કરી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સુરેશ રોજ દારૂ પિવાની કુટેવ ધરાવતો હતો. વધુમાં કોઈ કામ ધંધો પણ કરતો નહોતો. આ કારણે પિતાએ દીકરાને ઠપકો આપ્યો હતો.

2

3

સુરેશની આ લતને કારણે જ પત્ની અન્ય યુવાન સાથે નાસી ગયાનું જાણવા મળ્યું છે. પિતાની હત્યા કરનાર સુરેશે ઊનાકાંડ સમયે બનાવનો વિરોધ દર્શાવવા ઝેરી દવા પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો અને તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

4

ગોંડલ: જામવાડી ગામે પિતાએ દીકરાને દારૂ પીવાની લતને લઈને ઠપકો આપતા ઉશ્કેરાયેલા દીકરાએ પિતાના માથા પર લોખંડની પાઇપ મારીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, હત્યા પછી પોતાનું પાપ છૂપાવવા તેણે મૃતદેહ પાસે બેસીને રડવા લાગ્યો હતો. જોકે, પોલીસને દીકરાએ જ પિતાની હત્યા કરી હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરી લીધી હતી.

5

આ અંગેની વિગતો એવી છે કે, જામવાડીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા દલિત લક્ષ્મણભાઈ વાઘાભાઇ વાણિયા (ઉ.65)ને ગઇકાલે સાંજે ગામના સ્મશાન નજીક તેના પુત્ર સુરેશે માથાના ભાગે પાઇપના ચારથી પાંચ ઘા મારી હત્યા કરી નાંખી હતી. હત્યા વખતે સુરેશ સાથે તેની પાંચ વર્ષની પુત્રી અને ચાર વર્ષનો દીકરો પણ હાજર હતા.

  • હોમ
  • રાજકોટ
  • ગોંડલઃ એવું તો શું થયું કે દીકરાએ જ પિતાની કરી નાંખી હત્યા, કોણે ફોડી નાંખ્યો ભાંડો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.