લોકસભા ચૂંટણીના પરિણામો પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણને બચાવવા માટે હતી. આ ચૂંટણી ભાજપ, CBI, ED સામે હતી. ઈન્ડિયા ગઠબંધનને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંવિધાન બચાવવા લોકો એક થયા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું, 'ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણી માત્ર એક રાજકીય પક્ષ સામે નથી લડી, અમે આ ચૂંટણી ભાજપ, હિન્દુસ્તાનની સંસ્થા, CBI-ED, આ તમામ સામે લડ્યા છીએ, કારણ કે આ સંસ્થાઓને નરેન્દ્ર મોદી જી અને અમિત શાહજીએ ડરાવી ધમકાવી.