બોલિવૂડના કિંગ પ્રિન્સ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશનના કારણે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાનને બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી. તેમની હાલત જાણવા માટે અનેક મોટી હસ્તીઓ હોસ્પિટલ પહોંચી છે.ઘણા મીડિયા હાઉસે કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલ આપ્યા છે, પરંતુ એબીપી ન્યૂઝને મળેવી માહિતી અનુસાર કિંગ ખાનને હજુ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી.શાહરૂખ ખાનની હાલત જાણવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પત્ની ગૌરી ખાન પણ તેની હાલત જાણવા હોસ્પિટલ પહોંચી છે. બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલા પણ કિંગ ખાનને મળવા પતિ જય મહેતા સાથે હોસ્પિટલ પહોંચી છે. શાહરૂખ ખાનને મળ્યા બાદ અભિનેત્રી પરત ફરી છે. તેનો હોસ્પિટલમાં બહાર નિકળતા સમયનો વીડિયો પણ સામે આવ્યો છે.