કેરી ખાવી અને તેનો મધુર રસ પીવો કોણે ના ગમે. વિટામિન, મિનરલ, ફાયબરથી ભરપૂર આ કેરી. પણ જો તેને યોગ્ય રીતે ખાવામાં ના આવે તો એલર્જી કે પેટને લગતી સમસ્યાઓ થઈ શકે છે. એટલે કેરી ખાતા પહેલા આ ખાસ વાતોનું ધ્યાન રાખજો.. અને હા મેંગો લવર્સને પણ શેર કરવાનું ના ભૂલતા. કેરી તમે દિવસમાં 2થી3 ખાઈ શકો છો. પણ જો ખાધા પછી તમને એલર્જી, પિમ્પલ કે પેટને લગતી સમસ્યા થતી હોય તો કેરીને ખાતા પહેલા ચોખ્ખા પાણીમાં 2થી3 કલાક પલાળવી જરુરી છે. બીજું કે તમને કેરીનો રસ ભાવે છે પણ ડાયજેશ નથી થતો તો રસમાં તમે ચપટી સુંઠનો પાવડર નાખી શકો છો. આમતો કેરી ફાઇબરથી ભરપૂર છે જે ડાયજેશન સુધારે છે. કેરીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ રહેલું છે. જેનાથી આંખોની રોશની સુધરે છે. રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બને છે. કોલજન ઈમ્પ્રુવ થાય છે એટલે સ્કિન પણ ગ્લોવ કરે છે. કેરી ખાવાનું મન કોણે ના થાય. કેરીમાં નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે...જે બ્લડ સુગરને સ્પાઇક કરે છે. એટલે જેમને ડાયાબિટીસ છે એ લોકોએ ડોકટરની સલાહ લઈને ખાવી જરૂરી છે..કેરીમાં ગલ્યાસેમિક ઈન્ડેક્સ 51 થી 60 hoy છે.. જયારે ડાયાબિટીસના દર્દીઓને 55 થી ઓછા ગલ્યાસેમિક ઈન્ડેક્સ ધરાવતા ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે.