અમદાવાદમાં સી-પ્લેનની જેમ વધુ એક પ્રોજેક્ટનું બાળમરણ. અમદાવાદ શહેરના હવાઈદર્શન કરાવતી હેલિકોપ્ટર જોય રાઈડ સર્વિસ 6 મહિનાથી છે બંધ. રિવરફ્રંટથી સાયન્સ સિટી સુધીની આ જોય રાઈડ હેલિકોપ્ટર સેવા પહેલા 2022 અને ત્યારબાદ 2023માં શરૂ કરાઈ હતી. 15 મિનિટની રાઈડ માટે અઢી હજાર રૂપિયા ફી હતી. હેલિકોપ્ટર રાઈડનું ટેન્ડર પૂરૂં થતા છેલ્લા 6 મહિનાથી બંધ છે... જેને લઈ NRI અને પ્રિ-વેડિંગ શૂટિંગ કરનારા લોકો નિરાશ છે...