અમદાવાદમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો... શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યાનો આરોપ. ઘટના છે ખોખરા વિસ્તારની... સ્પોકન ઈંગ્લિશના ક્લાસીસ ચલાવતા જિજ્ઞેશ ગોહિલ નામના સંચાલકની પોલીસે કરી છે ધરપકડ. પીડિત યુવતી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તે સ્પોકન ઈંગ્લિશના ક્લાસીસમાં જતી હતી.. જિજ્ઞેશ ગોહિલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા... બાદમાં તેને બ્લેકમેલ કરતો.. યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકી આપતો.. યુવતીને લગ્નની પણ લાલચ આપી હતી... બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી... પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી જિજ્ઞેશ ગોહિલની ધરપકડ કરાઈ છે.