અમદાવાદમાં અવનવા પતંગથી સજ્જ થઈ ગયા છે બજારો.. અલગ અલગ માસ્ક... ટોપી... અને રંગબેરંગી દોરી.. ઉત્તરાયણના તહેવારને આડે હવે બે દિવસ જ બાકી છે ત્યારે પતંગ બજારોમાં ખરીદી માટે જામી છે પતંગ રસિકોની ભીડ.. દેશભરમાંથી પતંગ રસિકો ઉત્તરાયણમાં પતંગના પેચ લડાવવા અમદાવાદ આવતા હોય છે.. ત્યારે બજારોમાં પતંગ દોરી, ફેન્સી એસેસરીઝની ખરીદી કરવા ઉમટી પડ્યા છે.. જો કે મોંઘવારી પતંગ બજારમાં પણ એટલી જ જોવા મળી રહી છે.. આ વર્ષે પતંગ અને ફિરકીના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો થયો છે.. છતા પતંગ રસિકો ખંભાતી, ગેસિયા, આંખેદાર, ચાંદ અને ચિલ જેવા પતંગો ખરીદી રહ્યા છે..