અમદાવાદમાં ફરી એકવાર બેફામ દોડતા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત.. ઘોડાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જતા જાનૈયાઓના વાહનને ડમ્પર ચાલકે મારી ટક્કર.. જો કે સદનસીબે ડમ્પર ચાલકે સર્જેલા આ અકસ્માતમાં વરરાજા કે કોઈ જાનૈયાઓને ઈજા નહોતી થઈ..ઘોડાસરથી સેટેલાઈટ જાન જઈ રહી હતી.. ત્યારે જ માટી ભરેલા ડમ્પર ચાલકે જાનૈયાઓના કેટલાક વાહનને ટક્કર મારી હતી.. જેમાં કેટલીક મોંઘીદાટ કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી.. હાલ તો ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી..