રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ પણ અમદાવાદમાં પ્રશાસન હજુ નિંદ્રાધીન. સેટેલાઈટ, મણીનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં હજુ પણ પતરાના શેડ સાથેની શાળા જોવા મળી રહી છે. વસ્ત્રાપુર વિસ્તારની આનંદ વિદ્યાલયમાં પતરાના શેડ સાથેનું બાંધકામ છે. માનસી સર્કલ તરફ જવાના રસ્તે આવેલ શાળામાં પતરાનો શેડ જોવા મળી રહ્યા છે. 2 માળ બાદ ટોપ ફ્લોર સંપૂર્ણપણે શેડ વાળું છે. તો મણિનગર વિસ્તારની ડિવાઇન બડ સ્કૂલમાં પતરાના શેડ સાથે બાંધકામ છે. શાળાના બે માળના બાંધકામ બાદ પતરાના શેડ ઊભા કરાયા છે. પતરાના શેડ સાથે ચારેય બાજુએથી કાચથી પણ કવર કરવા આવ્યું છે. જો કે પતરાના શેડને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાયું હોવાનું શાળા પ્રશાસનનો દાવો છે.