અમદાવાદના છારાનગરમાંથી ગાંજાના રેકેટનો પર્દાફાશ..બાતમીના આધારે SOG રેડ કરીને છ કિલો ગાંજા સાથે નિશા નામની મહિલાને ઝડપી પાડી.. પોતાની કિડની ડેમેજ થતા અને પતિ દિવ્યાંગ હોવાથી નિશા ગાંજાનો ધંધો કરતી હતી.. રૂક્સાના નામની મહિલા નિશાને ગાંજાની પડીકી બનાવી અને વેચવા આપતી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.. નિશા રોજની 10 કિલો ગાંજાની પડીકી તૈયાર કરતી હતી.. જેમાં 50 રૂપિયાની પડીકી પર દસ રૂપિયા અને 100 રૂપિયાની પડીકી પર 20 રૂપિયા કમિશન મળતુ હતુ.. જે માટે રૂક્સાનાએ નિશાને મકાન પણ ભાડે લઈ આપ્યું હતુ. જેમાં છેલ્લા બે વર્ષથી નિશા ગાંજાની પડીકી તૈયાર કરતી.. નિશા પાસેથી SOGની ટીમે 60 હજારની કિંમતનો છ કિલો ગાંજા સાથે કુલ 70 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.. જો કે ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસે આવતો હતો તેની SOG પોલીસ કરી રહી છે તપાસ..