અમદાવદમાં ગરમીએ સાત વર્ષનો રેડોર્ડ તોડ્યો. તાપમાનનો પારો 45.9 ડિગ્રી પર પહોંચ્યો. અને અતિશય ગરમીથી લોકો માટે રોજિંદી કામગીરી પણ હવે ખુબ મુશ્કેલ બની ગઈ છે. અમદાવાદમાં છેલ્લા દસ વર્ષની ગરમીની વાત કરીએ તો છેલ્લે 2016માં હાઈએસ્ટ 48 ડિગ્રી ગરમી નોંધાઈ. તેમજ 2022માં 45.8 ડિગ્રી ગરમી નોંધાઈ. અને જે પછી બુધવારે એટલે કે 23 મેએ સૌથી વધુ મહત્તમ તાપમાન 45.9 નોંધાયુ. હાલ એવી સ્થિતિ છે કે રાત્રે પણ અસહ્ય ગરમી અને ગરમ પવનનો અહેસાસ થઈ રહ્યો છે..રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરમ પવન લાગતા લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે..તેમજ સામાન્ય જનજીવનને અસર થઈ રહી છે.