ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આરોપ પર નિવૃત કાર્યાપાલક ઈજનેર પી.એમ.ડામોરે નકલી કચેરી ન હોવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે રિટાયર્ડ થયા ન હતા ત્યારથી આ મકાન ભાડે રાખી કચેરી સમય બાદ તેઓનો વર્કલોડ ઓછો કરવા કામગીરી કરતા હતા. મકાનમાંથી મળી આવેલી કેટલીક સરકારી ફાઈલો અને રબર સ્ટેમ્પ જૂના છે. તેમજ આ સાહિત્યનો વર્તમાનમાં કોઈ જ દુરપયોગ તેઓના દ્વારા કરવામાં આવતો નથી તેવો તેમનો દાવો છે. તો જિલ્લા સિંચાઈ વિભાગના બે તળાવોના જવાબ સરકારમાં કરવાના હોવાથી પોતે પીએમ ડામોર પાસે માર્ગદર્શન માટે આવ્યા હોવાનો ડેપ્યુટી ઈજનેર નરેશ પરમારનો દાવો છે. અને ધારાસભ્યે પોતાના મિત્રો સાથે આવી અહીં શંકાસ્પદ કચેરી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો ..પરંતુ તેમો કોઈ તથ્ય ન હોવાનો ડેપ્યુટી ઈજનેરે દાવો કર્યો જો કે ડેપ્યુટી ડીડીઓ અરવિંદભાઈ પ્રજાપતિએ નિયમાંનુસાર સ્થળ પરથી કોમ્પ્યુટર, અન્ય કાગળો તેમજ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ પંચનામું કરી કબ્જે લીધું. જેની સંપૂર્ણ તપાસ ઉચ્ચ અધિકારીઓની સૂચના પ્રમાણે તપાસ બાદ સમગ્ર મામલે આગળની કાર્યવાહી કરાશે...