રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે આપ્યા હતા આદેશ... હાઈકોર્ડના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું. જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકોને દંડ ફટકારી વાહનો પણ જપ્ત કરાયા.. જો કે, આ ટ્રાફિક ડ્રાઈવની અસર થોડા દિવસ જ રહી... અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો કોઈ ડર ન હોય તેમ વાહનચાલકો ફરી એક રોંગ સાઈડમાં વાહનો ચલાવતા નજરે પડ્યા.. શહેરના પૉશ ગણાતા આંબાવાડી વિસ્તારમાં તો રોંગસાઈડમાં આવતા વાહનચાલકો અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા... વાહનચાલકોને પૂછતા કહ્યું કે, ભૂલ થઈ ગઈ.. નજીકમાં જ જવું છે એટલે રોંગ સાઈડમાં નીકળ્યા.