અમદાવાદમાં ફ્રૂટના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 1 કરોડની ખંડણી માગવાના કેસમાં બે આરોપીની ધરપકડ. આસિફ દેસાઈ અને અલ્પેશ ડાભી નામના આરોપીઓએ એક યુવતીની મદદથી સરખેજના ફ્રૂટના વેપારીને નોકરીની લાલચ આપી હની ટ્રેપમાં ફસાવ્યો. બાદમાં અવાવરુ જગ્યાએ મળવા બોલાવી અપહરણ કર્યું. પહેલા તો એક કરોડની ખંડણી માગવામાં આવી...બાદમાં વેપારી પાસે રહેલા 12 હજાર રોકડા, કિંમતી ઘડિયાળ સહિત દોઢ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા. ઝડપાયેલા બંને આરોપી સામે 20થી વધુ ગુના નોંધાયેલા છે..