ભાવનગરનો ઉમરાળા તાલુકો.. જ્યાં ચારથી પાંચ ગામની શાળામાં ઓરડા ન હોવાથી વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા... ડેડકડી ગામની શાળામાં બે વર્ષ પહેલા જર્જરિત ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા.. ત્યારે હજુ સુધી નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી.. તો આ તરફ ધામણકા ગામમાં પણ જર્જરિત શાળા તોડી પાડવામાં આવી.. અને માત્ર એક રૂમ સારો છે.. ત્યારે વિદ્યાર્થીઓ રામાપીરના મંદિરના ઓટલા પર અભ્યાસ કરી રહ્યા છે.. એટલું જ નહીં જે તે ધોરણના શિક્ષકો આજુબાજુમાં બેસીને બાળકોને ભણાવતા હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે.. ગ્રામજનોની માગ છે કે શાળાનું પુન: નિર્માણ કરવામાં આવે..