ભાવનગર જિલ્લો... જ્યાં સેલ્યુલાઈટિસ નામના રોગથી ફેલાયો છે ફફડાટ..આ રોગમાં દર્દીને જીવજંતુ કરડ્યા બાદ શરીરમાં ઈન્ફેક્શન ફેલાય છે...દર્દીઓના અનુસાર... ઝેરી જીવજંતુ કરડ્યા બાદ સૌ પહેલાં તો શરીરના ભાગે ચાંદા પડી જાય છે... બાદમાં સોજો ચડે છે...કેટલાક કિસ્સામાં તો દર્દીને ઓપરેશન પણ કરાવવું પડે છે..એવા તે કયા જીવજંતુ છે... જેના કરડવાથી કેસ વધી રહ્યા છે... તે હજુ સુધી ડૉક્ટરોને પણ જાણવા મળ્યું નથી...ભાવનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આ રોગના દર્દીઓ જોવા મળ્યા છે..ભાવનગર સિવિલ હોસ્પિટલના RMOનું કહેવું છે કે, ચોમાસાની ઋતુમાં જીવજંતુઓનો ઉપદ્રવ થતો હોય છે... આથી તકેદારી રાખવી જોઈએ..