ભાવનગર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો આતંક.. મહાનગરપાલિકા ઢોર પકડવા પાછળ દર મહિને 40થી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.. પરંતુ રખડતા ઢોરના આતંકથી લોકોને મુક્તિ મળી નથી.. એટલે આ દ્રશ્યો જોઈ શકાય છે કે.. શહેરના અનેક રસ્તાઓ પર રખડતા ઢોરનો અડીંગો છે.. એટલું જ નહીં રસ્તાની વચ્ચે રખડતા ઢોર હોવાથી વાહનચાલકોને અકસ્માત થવાનો ભય પણ છે.. તો રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે કેમ તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે.. જો કે બે દિવસ પહેલા જ પાલીતાણાના બહાદુરગઢના ખેડૂતે રખડતા ઢોરના આતંકના કારણે જીવ ગુમાવ્યો..