આકરા તાપ વચ્ચે ભાવનગરના નાગરિકોને ત્રણ દિવસ વીજકાપથી શેકાશે અસહ્ય ગરમીમાં.. પાંચ મેથી સાત મે સુધી ત્રણ દિવસ સવારે છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીનો PGVCLની ટીમે જાહેર કર્યો વીજકાપ.. મેન્ટેનન્સની કામગીરીને પગલે 5 મેએ ફેરી બંદર ફીડરના જુના બંદર રોડ, રેલવે ગુડ્ઝ પ્લેટફોર્મ, શ્રીરામ ટીમ્બર, વિશ્વકર્મા મીલ, દિલબહાર કન્ટેનર વિસ્તારમાં પાંચ કલાકનો વીજકાપ રહેશે.. જ્યારે છ મેના રોજ પ્રેસ રોડ, વાલકેટ ગેટ પોલીસ ચોકી અને સબ સ્ટેશન સહિતના વિસ્તારોમાં વીજકાપ રહેશે.. જ્યારે સાત મેના રોજ પ્રેસ રોડ, વાલકેટ ગેટ પોલીસ ચોકી અને સબ સ્ટેશન સહિતના વિસ્તારોમાં રહેશે વીજકાપ..