ભાવનગર જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમમાં નવા નીર આવ્યા. ભાવનગરમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે શેત્રુંજી ડેમ નવા નીર આવ્યા. હાલ શેત્રુજી ડેમમાં 2030 ક્યુસેક પાણીની આવક શરૂ છે. હાલ શેત્રુંજી ડેમની સપાટી 14 ફૂટ 8 ઈંચ છે. શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટી પર અવર ફ્લો થાય છે. ભાવનગર જિલ્લા ના પાલીતાણા, સિહોર, તળાજા, ભાવનગર શહેર ઘોઘા સહિત વિસ્તારો ને ફાયદો થાય છે.