ગાંધીનગર જિલ્લામાં કોલેરાના કેસોમાં વધારો. દહેગામ, કલોલ, પેથાપુર વિસ્તારમાં કોલેરાના કેસમાં વધારો થયો. સાથે જ ચિલોડા, શિરોલી , મોટી વિસ્તારમાં પણ કોલેરાના કેસ વધ્યા છે. જેથી જિલ્લા કલેક્ટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. ચિલોડા-શિહોલી રોડ જીઈબીની બાજુમાં છાપરા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો.તો શિહોલીની મોટી આજુબાજુના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. સાથે જ કલોલના આજુબાજુનો 2 કિમીનો વિસ્તાર તો પેથાપુરના આજુબાજુનો 2 કિલોમીટરનો અને પેથાપુરના આંબડકર હોલ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. દહેગામ અર્બન વિસ્તારના આજુબાજુના 2 કિમીનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો..