રાજ્યના ખેલ સહાયક શિક્ષકોના ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન. રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન સાથે ઉગ્ર રજૂઆત કરી 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા વિરોધ પ્રદર્શન કરીને વ્યાયામ શિક્ષકોએ કરાર આધારિત ભરતી નાબુદ કરવાની માગ કરી. સાથે જ કરાર આધારિતને બદલે રાજ્ય સરકાર કાયમી ભરતી કરે તેવી વ્યાયામ શિક્ષકોની માગ છે.